આજે ગુજરાતી ભવન માં ખૂબ જ રસપ્રદ એવુ વ્યાખ્યાન યોજવા માં આવ્યું હતું જેમાં જુદા જુદા ભવન ના ઘણા બધા વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકો એ હાજરી પુરાવી હતી. આ વ્યાખ્યાન એકંદરે સાહિત્ય એકાદમી દ્વારા મંજુર કરાયેલું હતું જેનું ટાઇટલ હતું "પ્રવાસી મંચ".અને આ વર્કશોપ માં મુખ્ય મહેમાન તરીકે "આરાધનાબેન ભટ્ટ" ઉપસ્થિત હતા. તેમજ ગુજરાતી સાહિત્ય માં ખૂબ જ જાણીતા અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય માં અધ્યાપક તરીકે ફરજ બજાવી ચૂકેલ એવા "વિનોદભાઇ જોશી" પણ હાજર હતા જેનાથી સમગ્ર કાર્યક્રમ મા સોનેપે સુહાગા જેવો માહોલ પ્રસરી ગયો હતો.. આ કાર્યક્રમ ની શરૂઆત મા સૌ પ્રથમ ગુજરાતી ભવન ના કાજલ બેન દ્વારા દુલાભાઇ નું "આવકારો મીઠો આપજો" ગીત ગાયન થી કરવામાં આવેલી. ત્યારબાદ મહેન્દ્રભાઈ પરમાર જે ગુજરાતી ભવન ના હેડ છે તેમને આ કાર્યક્રમ અંગે ની પ્રાથમિક માહિતી આપેલી.જેમાં શીર્ષક "પ્રવાસ મંચ " નું મહત્વ સમજાવેલું અને એક વાકય બોલેલા... " હું તો નિત્ય પ્રવાસી...જ્યાં ચારણ રુકે ત્યાં કાશી..." આ સંપૂર્ણ મહિનો લોકમિલાપ થી ઉજવામાં અવી ર