આ ક્વોરનટાઇન વેકેશન મા જો કઈ આત્મસંતોષ મળે એવુ વાંચન કયુઁ હોય તો એ છે The Alchemist by Paulo Coelho. આજ સુધી માત્ર મેં Paulo Coelho ની વાતો જ સાંભળેલી હતી પરંતુ આજે સ્વયં વાંચીને તેને અનુભવ્યું પણ. The Alchemist નવલક્થા એ સૌથી શ્રેષ્ઠ નવલક્થા માની એક નવલ કથા છે. જેનું 67 ભાષા મા અનુવાદ થયેલું છે અને 10 કરોડ થી પણ વધારે પ્રતો નું વેચાણ થયેલું છે. નવલ કથા ના ફ્રન્ટ પેજ પર એક ખૂબ સરસ વાકય લખ્યું છે : "જયારે આપણે કંઈક મેળવવાની ઈચ્છા મન થી કરીએ છીએ ત્યારે દુનિયા ની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે ". આ નવલક્થા મા ઘણા સંઘર્ષ બતાવા મા આવ્યા છે જે અમુક લોકો વચ્ચે ના પણ હતા અને પોતાની જાત સાથે ના પણ હતા. પોતાના હૃદય એટલે કે મન ને કેવી રીતે કાબુમાં લેવું એની વાત છે. ગુજરાતી કેહવત છે કે :"મન હોય તો માળવે જવાય " એમજ જો મન થી મક્કમ હોય તો કોઈ પણ કામ સફળતા પૂર્વક પૂર્ણ કરી શકાય. અને ધ્યેય ની પ્રાપ્તિ કરી શકાય. અને આ વાત ને ખૂબ જ સારી રીતે બતાવામાં આવિ છે આ નવલક્થા મા. આધ્યાત્મિકતા ની ઝલક દેખાય આવે છે અને સાથે સાથે દ્રઢ શ્રદ્ધા અને શુકનો ની પણ વાતો કરવામાં આવિ છે....