આ ક્વોરનટાઇન વેકેશન મા જો કઈ આત્મસંતોષ મળે એવુ વાંચન કયુઁ હોય તો એ છે The Alchemist by Paulo Coelho. આજ સુધી માત્ર મેં Paulo Coelho ની વાતો જ સાંભળેલી હતી પરંતુ આજે સ્વયં વાંચીને તેને અનુભવ્યું પણ. The Alchemist નવલક્થા એ સૌથી શ્રેષ્ઠ નવલક્થા માની એક નવલ કથા છે. જેનું 67 ભાષા મા અનુવાદ થયેલું છે અને 10 કરોડ થી પણ વધારે પ્રતો નું વેચાણ થયેલું છે.
નવલ કથા ના ફ્રન્ટ પેજ પર એક ખૂબ સરસ વાકય લખ્યું છે :
"જયારે આપણે કંઈક મેળવવાની ઈચ્છા મન થી કરીએ છીએ
ત્યારે દુનિયા ની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે ".
ત્યારે દુનિયા ની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે ".
આ નવલક્થા મા ઘણા સંઘર્ષ બતાવા મા આવ્યા છે જે અમુક લોકો વચ્ચે ના પણ હતા અને પોતાની જાત સાથે ના પણ હતા. પોતાના હૃદય એટલે કે મન ને કેવી રીતે કાબુમાં લેવું એની વાત છે.
ગુજરાતી કેહવત છે કે :"મન હોય તો માળવે જવાય "
એમજ જો મન થી મક્કમ હોય તો કોઈ પણ કામ સફળતા પૂર્વક પૂર્ણ કરી શકાય. અને ધ્યેય ની પ્રાપ્તિ કરી શકાય. અને આ વાત ને ખૂબ જ સારી રીતે બતાવામાં આવિ છે આ નવલક્થા મા.
આધ્યાત્મિકતા ની ઝલક દેખાય આવે છે અને સાથે સાથે દ્રઢ શ્રદ્ધા અને શુકનો ની પણ વાતો કરવામાં આવિ છે.
ઘણી વખત મન થી નબળા પડી જઈ ને છેલ્લે મકસદ સુધી પોહ્ચવાના જ હોય અને હાર માની લે એવા ઘણા ઉદાહરણો આપી ને ખૂબ સારી એવી વાતો આપવામાં આવિ છે.
કેવી રીતે કોઈ ના પ્રેમ મા પડવાથી ધ્યેય પ્રાપ્તિ મા રુકાવટ આવે અને એવા સંજોગો મા કેવી રીતે માનસિક રીતે મજબૂત થાય ને નિર્ણયો લઇ ને આગળ વધવું એ જાણવા મળ્યું.
સાથે સાથે રણ ની સ્ત્રીઓ ની પણ વાત જાણવા મળી કે કેવું એમનું જીવન હોય છે અને કેવી રીતે તેઓ પોતાના પુરુષો ની રાહ મા જીવન વિતાવે છે.
રસાયણ શાસ્ત્ર ની વાત પણ છે જેને શીખવા માટે સેન્ટિયાગો ખૂબ જ ઉત્સાહી હોય છે.
સૌથી મહત્વની વાત તો એજ હતી કે એ અસમંજસ રહી કે સેન્ટિયાગો સંતોષી પુરુષો હતો કે નહિ? કારણ કે તે વાતે વાતે એવુ જતાવતો હતો કે તેને તેનું જીવન ખૂબ જ સારી રીતે જીવ્યું છે. એક ભરવાડ થય ને ઘણો પ્રવાસ કર્યો હતો અને પોતાના સપના ને સાકાર કરવાં માટે એક સાહસ પણ કયુઁ હતું જેના વિચાર માત્રથી તે એટલો સંતોષ પામતો. કારણ કે તેની સરખામણી મા બીજા ભરવાડે ક્યારેય આટલો મોટો પ્રવાસ કર્યો નહિ હોય કે ક્યારેય આવું સાહસ કયુઁ નહિ હોય. પણ બીજી બાજુ એ પોતાનું સપનું સાકાર કરવાં ખુબજ ગડમથલ કરી રહ્યો હતો. તેને વાસણ વેચી ને નાણાં ભેગા કર્યા હતા અને આગળ રણ મા તો એ પોતાના વતન મા ધનિક મનાય એટલું ધન મેળવ્યું હતું. અને એથી પણ વિશેષ એ કે Alchemist એ સોનાનો ટુકડો આપ્યો હતો એ 50 સોનમોહરથી ક્યાય વધારે હતી. છતાં પણ તે ખજાનાની શોધ મા જ રહ્યો. તો શું એ સંતોષ નોહ્તો પામતો?
આજ સુધી ઘેટાં પાસેથી કઈ શીખી શકાય એવી કોઈ આશા રાખી નોહતી પણ આ નવલક્થા વાંચ્યા પછી ખ્યાલ આવ્યો કે ઘેટાં જેવા મૂંગા પ્રાણી પણ ઘણું શીખવી જતા હોય છે.
રણ મા કેવા પ્રકાર નું વાતાવરણ હોય છે અને ઊંટ ક્યારે કેટલું કામ આપશે એ બાબત સારી રીતે જાણવા મળી.
ઘણું બધું શીખવા મળે એવી આ નવલક્થા છે જેની ટૂંક મા સ્ટોરી નીચે મુજબ છે :
The Alchemist મા મુખ્ય પાત્ર તરીકે Santiago છે જેને એકનું એક સ્વપ્ન બે વખત જોયું હતું જેમાં તેને ખજાનાની શોધ બાબત હતી. એમના માતા પિતા ની ઈચ્છા santiago ને પાદરી બનાવાની હતી પરંતુ Santiago ભરવાડ બનવાનું પસંદ કરે
છે અને ઘેટાઓ ને ખરીદીને તેનો ચારપૂળો શોધવાનું કાર્ય કરે છે. અહીંયા santiago ઘેટાઓ પાસેથી ઘણું શીખે છે. મૂંગા પ્રાણીઓ પાસે પણ ભાષા હોય છે જે santiago ખૂબ સારી રીતે સમજતો હતો.
છે અને ઘેટાઓ ને ખરીદીને તેનો ચારપૂળો શોધવાનું કાર્ય કરે છે. અહીંયા santiago ઘેટાઓ પાસેથી ઘણું શીખે છે. મૂંગા પ્રાણીઓ પાસે પણ ભાષા હોય છે જે santiago ખૂબ સારી રીતે સમજતો હતો.
અહીંયા એક નોંધાવા જેવી બાબત એ હતી કે santiago ને વાંચવાની ઘણી આદત હતી. આમ કહીએ તો એમને વાંચવાનો શોખ હતો. તે ફૂરસત ના સમય મા વાંચન ખૂબ કરતો અને વારંવાર તેના સ્વપ્નાઓ બાબતે વિચાર્યા કરતો. ત્યારબાદ તે એક વૃદ્ધ સ્ત્રી ને મળે છે જે future teller હતા અને સ્વપ્નાઓ નું અર્થઘટન કરી શકતા. તે વૃદ્ધ સ્ત્રી તેને જણાવે છે કે ખજાનો તેને ઇજિપ્ત ના પિરામિડો પાસેથી મળશે અને જે ખરેખર ખજાનો મળે તો એ ખજાના નો દસમો ભાગ એમને આપશે એવી સોગંધ santiago પાસેથી લેવડાવે છે. એ પછી સેન્ટિયાગો એક વૃદ્ધ ને મળે છે જે એક રાજા હોય છે. આ વૃદ્ધ સેન્ટિયાગો ને ઘણી પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે તેના સ્વપ્નાઓ ને સાકાર કરવાં માટે. અને તેની પાસે રહેલા બે રત્નો આપે છે : યુરીમ અને થુંમીમ. ત્યારબાદ santuago પોતાના ઘેટાં વેચીને પોતાના સ્વપ્ન ને સાકાર કરવાં આગળ વધે છે. અને આરબ મા જઈ ને વાસણ વહેચવાનું પણ કામ કરે છે અને નવી કલા શીખે છે. ત્યાં ઘણું ધન પ્રાપ્ત કરે છે અને ઇજિપ્ત ના પીરામીડ સુધી પોહ્ચવા રણ મા જવા નીકળી પડે છે. ત્યાં તે ઘણા સંઘર્ષ કરે છે અને ફાતિમા નામ ની છોકરી ને મળે છે અને તેના પ્રેમ મા પડે છે. અને તેના માટે પાછો આવશે એવુ કહી ને નીકળી જાય છે. સેન્ટિયાગો રણ ની ભાષા, બાજ ની ભાષા, પવન, સૂર્ય ની ભાષા જાણતો હોય છે. તે પોતાના હૃદય નો મિત્ર બની ગયો હોય છે. અને તેનું હૃદય જેમ કહે તેમ વર્તે છે. આ સમય દરમ્યાન તે Alchemist ને મળે છે જે તેને ઘણા માર્ગો ચીંધે છે. Alchemist એટલે એક એવો વ્યક્તિ કે જે ધાતુ ને સોના મા ફેરવી શકે છે. Alchemist અને સેન્ટિયાગો બંને એક કબીલા મા ફસાય જાય છે ત્યારે સેન્ટિયાગો ને પવન મા પરિવર્તિત થવાની ચેલેન્જ મળે છે અને તે પવન મા પરિવર્તિત પણ થાય છે અને કબીલા તેમને ત્યાંથી આગળ જવા દે છે. ત્યારબાદ Alchemist અને સેન્ટિયાગો આગળ વધે છે ને ત્યાં Alchemist સીસમ માંથી સોનુ બનાવે છે, જેના 4 ભાગ કરીને વેહચી દે છે. પછી ત્યાંથી Alchemist એન્ડ સેન્ટિયાગો જુદા પડે છે અને સેન્ટિયાગો પીરામીડ સુધી પહોંચે છે, અને જ્યાં તેની આંખો વરસે છે ત્યાં ખોદવાનું શરુ કરે છે એટલા મા ત્યાં આજુ બાજુ મા માણસો ભેગા થાય છે અને સેન્ટિયાગો ને મારે છે ત્યારે તે જણાવે છે કે તે તેના સ્વપ્ન મા આવેલી જગ્યા છે અને ખજાનો શોધવા અહીં સુધી આવ્યો છે. ત્યારે એક માણસ બોલે છે કે તેને પણ ગઈ કાલે એક સ્વપ્ન આવેલું કે સ્પેન ના જુના ચર્ચ મા અંજીર ના ઝાડ ના મૂળ મા ખજાનો છે. પણ પોતે કઈ મૂર્ખ નથી કે આવા સ્વપ્ન પાછળ સમય બરબાદ કરે. આટલુ કહીને તે નીકળી જાય છે અને સેન્ટિયાગો ને ખ્યાલ આવિ જાય છે કે ખજાનો ક્યાં છે આથી તે સ્પેન મા પાછો ફરે છે અને ચર્ચ ના અંજીર ના ઝાડ નીચેથી તે ખજાનો પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તે પેલી વૃદ્ધ સ્ત્રી ને ખજાના નો દસમો ભાગ આપવા જાય છે અને એ પછી તે ફાતિમા ને મળવા માટે નીકળી જાય છે. એની સાથે જ આ નોવેલ પૂર્ણ થાય છે.
ખૂબ જ રસપ્રદ આ નવલક્થા આપણને ઘણું શીખવી જાય છે. સેવેલા સ્વપ્નાઓ કેવી રીતે સાકાર કરવાં તે માટેની લગન અને સંઘર્ષ જોવા મળે છે. અને એક નવી પ્રેરણા મળે છે.
ખૂબ જ રસપ્રદ આ નવલક્થા આપણને ઘણું શીખવી જાય છે. સેવેલા સ્વપ્નાઓ કેવી રીતે સાકાર કરવાં તે માટેની લગન અને સંઘર્ષ જોવા મળે છે. અને એક નવી પ્રેરણા મળે છે.
Yes, this book is such stunning for me also. This is great thing you had written worth readable blog.
ReplyDeleteThank you Dipti
ReplyDeleteOhh really very nice book ... . હું જરૂર થઈ વાંચીશ .... Thank u krishna ... Aa book suggest karwa mate ....
ReplyDeleteThank you
Delete